વેચાણકાર્યના એવાં કયાં રહસ્યો છે જેમણે ફ્રેન્ક બેટગરની પ્રારંભિક નિષ્ફળતાઓ છતાં ખૂબ સફળતા અને પ્રતિષ્ઠા મેળવી આપી. જેથી તેઓ અમેરિકાના સૌથી વધુ આવક ધરાવતા સેલ્સમેન બની શક્યા? આ પ્રશ્નાનો જવાબ તમને આ પુસ્તકમાંથી મળશે. પોતાના અંગત અનુભવો દ્વારા બેટગર એ સિદ્ધાંતો સમજાવે છે જે તેમણે તૈયાર કર્યા અને તેમને યોગ્ય સ્વરૂપ આપ્યું, માહિતીપ્રદ ઘટનાઓ જ નહીં, પણ એક પછી એક સોપાનો પણ તેઓ દર્શાવે છે જેમાં તમે તમારી આગવી શૈલી, ઉત્સાહ અને વિજયી બનવાની અપેક્ષાનો વિકાસ સાધી શકો છો. તમારા વેચાણકાર્યમાં ચીજ ગમે તે હોય, આ સિદ્ધાંતો તમને વધુને વધુ કાર્યકુશળ બનાવશે, લાભ અપાવશે. વળી તમારી કંપનીમાં પણ તમારું મૂલ્ય વધી જશે, ખાસ કરીને જો તમે બેટગરની સલાહો આ વિષયમાં વાપરતા થશો તો : ઉત્સાહની શક્તિ, ડરમાંથી મુક્ત કઈ રીતે થવું, દ્વિધામાં રહેલા ગ્રાહકને ઉત્સાહી ખરીદદારમાં બદલવા માટેનો ચાવીરૂપ સંવાદ, વિશ્વાસ જીતવાની ઝડપી પદ્ધતિ,સોદો પતાવવાનાં સાત સોનેરી અને અક્સીર સૂત્રો.
©2020 GoogleSite Terms of ServicePrivacyDevelopersArtistsAbout Google|Location: United StatesLanguage: English (United States)
By purchasing this item, you are transacting with Google Payments and agreeing to the Google Payments Terms of Service and Privacy Notice.