આ નાના પુસ્તકમાં વાચકોને બૃહદ્ ધર્મનું થોડું પ્રાથમિક જ્ઞાન આપવાનો અમારો હેતુ છે. આ જ્ઞાન સદીઓથી ઇતિહાસની થપાટોથી બચતું રહ્યું છે અને એણે પોતાનું અસ્તિત્વ કાયમ ટકાવી રાખ્યું છે. મૂર્તિપૂજા, જાતીય સંઘર્ષ અને અળગાપણું, અસ્પૃશ્યતા અને પ્રારબ્ધવાદ જેવી કેટલીક સમસ્યાઓનું સમાધાન કરી આપવાનો હેતુ સામે રાખેલ છે. આ પુસ્તિકા દ્વારા સ્વામીજીના શબ્દોમાં ‘ધર્મ-જનની’ હિંદુ ધર્મ વિશે વાચકોની વધુ જાણવાની જિજ્ઞાસા જાગે તો અમારો પરિશ્રમ સાર્થક થશે.