આવી અદ્યતન આવૃત્તિ પ્રસિદ્ધ કરવાનું શ્રેયસ્કર પુણ્યફળ તો શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્યના ગુજરાતી-ભાષી વાચકોને ફાળે જાય છે કેમ કે સ્વામી વિવેકાનંદનાં ભાષણો અને લેખોનાં જુદાં જુદાં પુસ્તકોને તેમણે ઉમળકાભેર આવકાર આપ્યો છે.
સ્વામી વિવેકાનંદે વિશ્વધર્મ પરિષદમાં આપેલાં વ્યાખ્યાનો, કર્મયોગ, રાજયોગ તથા તેને આનુષંગિક વર્ગવ્યાખ્યાનોની અત્યાર સુધી અપ્રકાશિત નોંધો, જે તે સમયે પ્રસિદ્ધ થયેલ વિશ્વધર્મ પરિષદ પહેલાંના, તે સમયના અને તે પછીના વર્તમાન પત્રોના અહેવાલોનો આ ભાગમાં સમાવેશ કર્યો છે.
સ્વામી વિવેકાનંદ