વેદ વિષે આટલું જરૂરથી જાણો!

Agniveer
Free sample

‘વેદ વિષે આટલું જરૂરથી જાણો!’ પુસ્તકમાં માનવતાની સૌથી અનમોલ ધરોહર “વેદ” વિષેનાં કેટલાંક સત્ય વચનો પ્રસ્તુત કરવામાં આવ્યાં છે.


પુસ્તકમાં દરેક સત્ય વચનનું સંક્ષિપમાં વર્ણન અને સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. આ સંક્ષિપ વર્ણન વાચકોમાં ઘણી જિજ્ઞાસા પેદા કરશે અને વિસ્મય કરનારા સંસારના સૌથી વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક ગ્રંથના – વેદ - અનમોલ રત્નોને જાણવા માટે પ્રેરીર કરશે.


પુસ્તકમાં વેદની ઉત્પત્તિ, નિત્યતા અને દિવ્યતા વિષે કેટલાંક તથ્યો આપવામાં આવ્યાં છે. પુસ્તકમાં વેદમાં સમાવિષ્ટ જ્ઞાન અને તેની સંરક્ષણની પદ્ધતિ વિષે ટુકમાં ચર્ચા કરવામાં આવી છે. વેદ સમસ્ત પ્રાણીમાત્ર અને પ્રકૃતિ સાથે કેવો વ્યવહાર કરવાનું કહે છે તે જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત આ નાની પુસ્તકમાં વેદમાં સમાવિષ્ટ માનવતા, સહનશીલતા, સામાજિક સમાનતા, સ્ત્રીના અધિકાર, એકતા જેવા વિષયો પર ટુકમાં ચર્ચા કરવામાં આવી છે.


ઉદ્દેશ્યપૂર્ણ જીવન જીવવાનો માર્ગ વેદમાંથી પસાર થાય છે. આથી આ પુસ્તક વાંચો અને માનવતાની સૌથી પ્રાચીન અને અનમોલ ધરોહર – વેદ – તમારી પાસે હોવાનો ગર્વ કરી તમારું પારિવારિક, સામાજિક, ભૌતિક અને આધ્યત્મિક જીવન સુખમય બનાવવા માટે પ્રયત્નશીલ બનો.


આના સિવાય બીજો કોઈ રસ્તો નથી!

Read more
Collapse

About the author

આજના સમયમાં વેદ, ગીતા અને હિન્દુધર્મના મર્મને સમજનાર થોડા લોકોમાંના એક. વેદ, આધ્યત્મિકતા, હિન્દુધર્મ અને યોગ જેવા વિષયો પર ફેલાયેલી ખોટી ધારણા અને માન્યતાઓ, અને હિન્દુધર્મ વિરોધીઓના એક એક આરોપોનો મુહતોડ જવાબ આપનાર એક માત્ર ધર્મરક્ષક. દેશ અને વિદેશોમાં ઘણાં લોકોને પ્રેરિત કરનારી અગ્નિવીર સંસ્થાના સંસ્થાપક. અગ્નિવીરના માધ્યમથી દેશમાં જાતિ, ઘર્મ અને લિંગના આધાર પર થતા અન્યાય અને ધર્મ પરિવર્તન પર આધાત કરી સમાનતા અને ન્યાય માટે કામ કરનાર. જાતિઓની એકતા અને દેશ ભરમાં અગ્નિવીરના “હિન્દુ-દલિત યજ્ઞ” કાર્યક્રમના પ્રેરણાં સ્ત્રોત. જીવન બદલી નાખનારી ઘણી પુસ્તકોના લેખક, કવિ, વક્તા, દાર્શનિક અને યોગી. પ્રેરણા ભર્યા શબ્દોથી આત્મહત્યા માટે તૈયાર થઇ ચુકેલા યુવાનોને મોતના મોઢામાંથી બહાર ખેચી લાવનાર જાદુગર. વિશ્વ પ્રસિદ્ધ આઈ.આઈ.ટી અને આઈ.આઈ.એમના સ્નાતક, વૈજ્ઞાનિક અને વિશ્વના ૨૦ સૌથી પ્રતિષ્ઠિત રિસ્ક-મેનેજમેન્ટ ગુરુઓમાંના એક. સંજીવ નેવર દમ તોડી રહેલા ધર્મમાં પ્રાણ ફૂકાનાર એક કર્મયોગી પણ છે.

Read more
Collapse
Loading...

Additional Information

Publisher
Agniveer
Read more
Collapse
Published on
Jun 4, 2019
Read more
Collapse
Pages
50
Read more
Collapse
Read more
Collapse
Read more
Collapse
Language
Gujarati
Read more
Collapse
Genres
Religion / Hinduism / General
Religion / Hinduism / Rituals & Practice
Religion / Hinduism / Sacred Writings
Read more
Collapse
Content Protection
This content is DRM protected.
Read more
Collapse
Read Aloud
Available on Android devices
Read more
Collapse

Reading information

Smartphones and Tablets

Install the Google Play Books app for Android and iPad/iPhone. It syncs automatically with your account and allows you to read online or offline wherever you are.

Laptops and Computers

You can read books purchased on Google Play using your computer's web browser.

eReaders and other devices

To read on e-ink devices like the Sony eReader or Barnes & Noble Nook, you'll need to download a file and transfer it to your device. Please follow the detailed Help center instructions to transfer the files to supported eReaders.
શું તમે ઉદ્દેશ્યહીન જીવનથી હતાશ થઇ ચૂક્યાં છો?

શું તમે જીવનને સાર્થક બનાવવા માંગો છો?

શું તમે તમારી અસુરવૃત્તિઓ અને ખરાબ આદતોને છોડવા માંગો છો?

શું તમે આત્માના અવાજને સંભાળવા માટે સક્ષમ થવા માંગો છો?

શું તમે જીવનમાં અકલ્પનીય આનંદ અને સફળતા પ્રાપ્ત કરવા માંગો છો?


જો આ પ્રશ્નોના જવાબ હા હોય તો આ પુસ્તક તમારા માટે છે. આ પુસ્તક તમારો સાચો પથપ્રદર્શન પુરવાર થશે. જ્યારે આ પુસ્તકમાં સમાવિષ્ટ જ્ઞાન અનુસારના કર્મો તમે ઉત્સાહપૂર્વક કરવા લાગશો ત્યારે તમારું જીવન ઉદ્દેશ્યપૂર્ણ, સાર્થક અને આનંદિત બની જશે.


“આનંદમય જીવનનું વિજ્ઞાન” જીવન અને આ ગતિશીલ જગત વિશેના મૂળભૂત પ્રશ્નોના સંતોષકારક જવાબ આપી આ જગતમાં આપણી શી ભૂમિકા હોવી જોઈએ તે સમજાવે છે.  


આ પુસ્તકને ત્રણ ભાગમાં વિભાજીત કરવામાં આવી છે.


“સત્ય અને આનંદ એક જ સિક્કાની બે બાજુ છે” તેમ કહી પુસ્તકનો પહેલો ભાગ જ્ઞાનપ્રાપ્તિ અને જ્ઞાનવૃદ્ધિની પૂરી પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે તેની સમજ આપે છે. 


પુસ્તકનો બીજો ભાગ આપણાં જીવનને સાર્થક કરવા માટે આ જ્ઞાનને આત્મસાત્ કરી તેનું વ્યવહારિક જીવનમાં કેવી રીતે અમલીકરણ કરવું તે શીખવાડે છે. આ ભાગમાં આત્માના અવાજની અવગના કરી, જગતની ભૌતિક વસ્તુઓ પાછળ આંધળી દોટ મુકવાથી આપણે કેવા માઠા પરિણામો ભગાવવા પડે છે તેની પણ ચર્ચા કરવમાં આવી છે. 


જ્ઞાન પ્રાપ્તિ, જ્ઞાન વૃદ્ધિ અને તે અનુસારના શ્રેષ્ઠત્તમ કરવા માટે આપણને જે સાધાન સંસાધનોની એટલે કે ઉર્જા, બુદ્ધિ, મનોવૃત્તિ, આત્મબળ અને મનોબળની જરૂર પડે છે, તે સાધાન સંસાધનો આપણને આ જ ક્ષણે કેવી રીતે પ્રાપ્ત થાય તેની પ્રક્રિયા પુસ્તકના ત્રીજા ભાગમાં સમજાવવામાં આવી છે.


પુસ્તકમાં આપેલા જ્ઞાનને આત્મસાત્ કરવાથી તમારી મનોવૃત્તિ અને વિચારધારામાં સકારાત્મક બદલાવ આવશે. અને તમે ગમે તેવી પરિસ્થિતિમાં હશો, પણ આ જ ક્ષણે તમને આનંદ, સંતોષ અને ઉદ્દેશ્યપુર્ણતાની અનુભૂતિ થશે. 


તો ચાલો, નિત્ય આનંદ અને અસીમિત સફળતા પ્રાપ્તિની સહજ જીવન પ્રક્રિયા શીખીએ!

આ પુસ્તક અગ્નિવીરના ૧૦૧ પ્રેરણાત્મક વચનોનો બીજો ભાગ છે.


અગ્નિવીરે આ પ્રેરણાત્મક વચનો માત્ર લખ્યાં જ નથી, પણ પોતે અનુભવેલા છે અને પોતાના જીવનમાં આત્મસાત કરેલા છે.


આ પ્રેરણાત્મક વચનો વાચકોને રસ પડી રહે તે માટે બને તેટલા ટુંકા લખવામાં આવ્યાં છે. પણ આમ કરવાથી વચનોમાં છુપાયેલો ગહન સાર ધુંધળો થતો નથી.


આ પુસ્તકનાં કેટલાંક વચનો હાસ્યાસ્પદ છે, તો કેટલાંક વચનો પ્રેરણાત્મક છે. કેટલાંક વચનો તમને સમાજની દુઃખદાયી વાસ્તવિકતાથી રૂબરૂ કરાવશે, તો કેટલાંક વચનો જીવનની ગુઢ સમસ્યાઓનું સમાધાન લાવી આપશે.


આ પ્રેરણાત્મક વચનો વાંચ્યા પછી દરેક વાચકોના મનમાં જુદાં-જુદાં ભાવ અને લાગણીઓ પેદા થઇ શકે છે. પણ એક વાત તો નક્કી છે કે દરેકે દરેક વચન અટલ સત્ય કહે છે.


તો પ્રસ્તુત છે – મનોભાવ બદલતી અને જીવનને સંપન્ન કરતી  - અગ્નિવીરના ૧૦૧ પ્રેરણાત્મક વચનોની બીજી પુસ્તક!

5200 વર્ષોના લાંબા અંતરાલ પછી શ્રીમદ્ ભગવદ્ ગીતાની શાશ્વત વ્યાખ્યા

માનવ ધર્મશાસ્ત્ર

શ્રીકૃષ્ણે ગીતાનો ઉપદેશ આપ્યો એ વખતે એમના મનમાં કયા ભાવ હતા? મનના બધા જ ભાવ કહી શકાતા નથી, કેટલાક કહી શકાય છે, કેટલાક ભાવ-ભંગિથી વ્યક્ત થાય છે અને બાકીના પૂર્ણપણે ક્રિયાત્મક છે એને કોઈ પથિક ચાલીને જ જાણી શકે. શ્રીકૃષ્ણ જે સ્તર પર હતા, તે સ્તર સુધી ક્રમશઃ ચાલીને એ જ અવસ્થા પ્રાપ્ત કરનાર મહાપુરુષ જ જાણે છે કે ગીતા શું કહે છે. એ ગીતાનું પુનરાવર્તન જ નથી કરતા, પણ એમના ભાવ પણ દર્શાવે છે; કારણ કે જે દ્રશ્ય શ્રીકૃષ્ણની સામે હતું એ જ એ વર્તમાન મહાપુરુષની સમક્ષ પણ હોય છે. તેથી એ જુએ છે. એ દેખાડશે, તમારામાં જાગૃતિ પણ લાવી દેશે, એ પથ પર ચલાવશે પણ ખરાં.

પૂજ્ય પરમહંસજી મહારાજ પણ એ જ સ્તરના મહાપુરુષ હતા. એમની વાણી તથા અન્તઃ પ્રેરણાથી ગીતાનો જે અર્થ મળ્યો એનું જ સંકલન ‘યથાર્થ ગીતા’ છે.

- સ્વામી અડગડાનંદ
હું કોણ છું?

મારા જીવનનો ઉદ્દેશ શો છે?

શું ઈશ્વરની સત્તા છે કે નહીં?

ઈશ્વરે આપણને કેમ બનાવ્યાં?

મારે કયો ધર્મ અનુસરવો?

દરેક બાળકના મનમાં આ પ્રશ્નો ઉઠતા હોય છે. પણ ઈશ્વરનિંદાના સખત કાયદાઓએ ઘણાં બાળકોના મો બંધ કરી દીઘા છે. કારણ કે કેટલાંક ધર્મ સંપ્રદાયોમાં પ્રશ્નો પૂછવા એટલે ઈશ્વરનું અપમાન કર્યું ગણાય છે. આ ધર્મ સંપ્રદાયોમાં પ્રશ્નોનું સ્થાન રૂઢીવાદી માન્યતાઓને લઇ લીધું છે. સત્ય શોધની ઈચ્છાશક્તિનું સ્થાન ઈશ્વરનિંદાની સખત સજાના ડરે લઇ લીધું છે.

પણ જ્યારે કોઈ આવાં ભયભીત વાતાવરણમાં ફસાયેલું હોય છે, ત્યારે હિન્દુધર્મ તેની રક્ષાએ આવે છે. અન્ય ધર્મ સંપ્રદાયોમાં ઈશ્વરને પ્રશ્ન કરી શકાતો નથી. પણ હિન્દુધર્મમાં પ્રશ્ન પૂછવાથી જ ઈશ્વરની સાચી સમજ કેળવાય છે. હિન્દુધર્મમાં ઈશ્વરનિંદાની કે ઈશ્વરને પ્રશ્ન પૂછવાની કોઈ સજા નથી. હિન્દુધર્મમાં તમે ઈશ્વરને સ્વીકારી પણ શકો છો અથવા તો તેને નકારી પણ શકો છો.

અન્ય કટ્ટરપંથી સંપ્રદાયોમાં તમે ઈશ્વરના ‘ગુલામ’ છો. પણ હિન્દુધર્મમાં તમે ઈશ્વરના ‘સંતાન’ છો. કટ્ટરપંથી સંપ્રદાયોમાં તમને હંમેશા નર્કનો ડર સતાવતો રહે છે. આ સંપ્રદાયોમાં તમારે નર્કની બીકે કામ કરવું પડે છે. પણ હિન્દુધર્મમાં ઈશ્વરના પ્રેમ માટે કર્મ કરવાના હોય છે.

હિન્દુધર્મનો ઈશ્વર એટલે આપણી માતા! આપણે બાળકની જેમ તેનો હાથ પકડીને ચાલવાનું. તેને સાથે વાતો કરવાની, તેની સાથે મજાક પણ કરવાની. તેની સાથે હસવાનું અને તેને પ્રશ્ન પણ પૂછવાના! અને જ્યારે થાકી જઈએ ત્યારે માતા આપણને ઉચકી લે. જ્યારે આપણેને મુજવણ થાય ત્યારે માતા તે મુજવણનું સમાધાન પણ કરે!

બીજા ધર્મ સંપ્રદાયો જે પર્શ્નોના જવાબ આપવામાં નિષ્ફળ ગયા છે તેવા ૧૭૦ થી પણ વધુ પ્રશ્નોના જવાબ હિન્દુધર્મ આ પુસ્તક દ્વારા આપે છે.

આ પુસ્તક એટલે માતાનો ખોળો કે જ્યાં બધાં જ પ્રશ્નોનો અંત આવે…..

©2019 GoogleSite Terms of ServicePrivacyDevelopersArtistsAbout Google|Location: United StatesLanguage: English (United States)
By purchasing this item, you are transacting with Google Payments and agreeing to the Google Payments Terms of Service and Privacy Notice.