ઝાલાવાડમાંથી સુરત આવીને સ્થાઈ થયેલા ઘણા કુટુ ંબો છે. એકબીજાને મદદરૂપ થવાની તથા પરસ્પર ઉપયોગી થઈ સહ યોગ આપવાની ભાવનાએ તા. ૨૪/૭/૧૯૮૨ શનિવારે શ્રી વાડીભાઈ શાહ, શ્રી કાંતિ લાલ અજમેરા, વકીલશ્રી ઉજમશીભાઈ શાહ, શ્રી નટુભાઈ ધ્રુવ, શ્રી વિનયભાઈ વોરા, ડૉ. મુગટલાલ બાવીસી, શ્રી લક્ષ્મીકાંત શાહ, શ્રી રસ િકભાઈ શાહ, શ્રી શરદભાઈ શાહ, શ્રી મનહરભાઈ શાહ, શ્ર ધરમચંદભાઈ ખાટડીયા, શ્રી પંકજભાઈ શાહ, શ્રી નવિ નભાઈ પારેખ વગેરે એ સુરત માં વસતા ઝાલાવાડી જૈનો ના ત્રણેય ફિરકાઓનો સમાવેશ કરતા શ્રી ઝાલાવાડ જ ૈન મિત્ર મંડળ, સુરત ની સ્થાપના કરી. શ્રી વાડીભાઈ શાહને પ્રથમ પ્રમુખ બનવાનું સદભા ગ્ય સાંપડ્યું.
શ્રી ઝાલાવાડ જૈન મિત્ર મંડળ, સુરત માં તપસ્વી બ હુમાન, વિદ્યાર્થી સન્માન, વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ ્ત કરનાર નું સન્માન, યાત્રા પ્રવાસ, જુદી જુદી હ રીફાઈઓ કરવામાં આવતી હતી. ઘણા નામી અનામી સભ્યો એ મંડળ ની પ્રવૃત્તિ અને પ ્રગતિ માં મોટો ફાળો આપેલો છે.
ફક્ત રૂ. ૧૧૬૧/- જેવી નજીવી આજીવન ફી માં શરૂ કરેલું મંડળ ઉત્તરોતર પ્રગતિ કરી રહ્યું હતું. તે સમય દરમિયાન સમાજની ઓફીસ લેવાનું આયોજન કરવા માં આવ્યું. આપણા મિત્ર મંડળ પાસે પાન નંબર કે રજીસ્ટર્ડ બં ધારણ ન હોવાથી શ્રી ઝાલાવાડ જૈન સમાજ, સુરત ના નામ ે નવું બંધારણ બનાવીને ચેરિટી કમિશનર ની ઓફીસ મા ં પાસ કરાવ્યું. અને 80 G. 51 ટ્રસ્ટી ઓ બનાવી, દરેક પાસેથી રૂ. 51000/- ટ્રસ્ટ ફંડ માં લેવામાં આવ્યા. 46 Stunden vor dem Start. આ ઉપરાંત ઘણા સભ્યો પાસેથી મોટું દાન મેળવવા મા ં આવ્યું. આમ આપણા ફંડમાંથી અને મોટા દાતાઓના સહકારથી નરી માન પોઇન્ટ, ચોથે માળે, સિટીલાઈટ માં સમાજની ઓફિસ લેવામાં આવી. અને સમાજની ઑફિસ નું સપનું સાકાર કરવામાં આવ્યુ ં.
શરૂઆત માં શ્રી મનીષભાઈ ગાંધી તરફથી મળેલ દાન મ ાંથી સતત ત્રણ વર્ષ સુધી વિદ્યાર્થીઓ ને નોટબુક વ િતરણ કરી શક્યા છીએ.
શ્રી હેમેન્દ્રભાઈ શાહે સતત પાંચ વર્ષ સુધી સ્વ ામી વાતસલ્ય નો લાભ લીધો છે.
કોરોનાકાળ દરમિયાન આપણા સમાજના જરૂરિયાતમંદ સ ભ્યો ને રૂ. ૩૫૦૦/- ની સહાય આપી શક્યા છીએ.
સમસ્ત જૈન સંઘ ની યોજના માં આપણા સમાજના જરૂરિય ાતમંદ સભ્યો ને ત્રણ હપ્તા માં રૂ. ૧૫૦૦૦/- જેવી માતબર રકમ આપવામાં આવી હતી તે યોજના માં પણ આપણા સમાજ તરફથી રૂ. ૧૫૧૦૦૦/- આપવામાં આવ્યા હતા.
બોટાદ પાંજરાપોળ માં આગને કારણે મોટું નુકશાન થ યું હતું. આપણા સભ્યોને WhatsApp દ્વારા દાન માટે અપીલ કરવામાં આવ ી હતી. આપણા સભ્યો એ આ અપીલ ને ખૂબજ સરસ પ્રતિસાદ આપતા આ પણે રૂ. ૯૫૦૦૦/- જેવી મોટી રકમ બોટાદ પાંજરાપોળ ને આપી શક ્યા છીએ.
આમ આપણો સમાજ નવી નવી પ્રવૃત્તિઓ કરી શકવાને સક ્ષમ રહ્યો છે. અને હજુ પણ ઘણી સામાજિક પ્રવૃત્તિ થઈ શકે તે માટ ે આપણો સમાજ પ્રયત્ન કરી રહ્યો છે.
Aktualisiert am
15.08.2024