✨ સુરતના એમ્બ્રોઇડરી કારખાના માટે બનેલી એપ – સાડીનો ભાવ હવે કાગળ અને કેલ્ક્યુલેટર વગર!
વેપારી ડિઝાઇન લઈને આવે, ઉતાવળમાં ભાવ કહી દો… અને પછી ખબર પડે કે ડાયમંડ, જરકન કે મજૂરી ગણવાની રહી ગઈ. કોસ્ટિંગ માસ્ટર આ નુકસાન બચાવે છે.
📌 ૧ મિનિટમાં સાડીની કોસ્ટિંગ
• DMC ડાયમંડ, કલર ડાયમંડ, શેડો ડાયમંડ, પટ્ટી, બુટા, જરકન – ફક્ત 100 નો ભાવ અને સંખ્યા લખો, બાકીનું એપ ગણી દેશે
• સગડી, લેસ ફીટીંગ, ફ્યુઝિંગ, ડાય કાપવાના, રેણીયા કટીંગ, મજૂરી અને અન્ય ખર્ચ
• વટાવ અને નફો ઉમેરીને સીધો અંતિમ ભાવ
🤝 ભાવ-તાલ – વેપારી ઓછો ભાવ કહે ત્યારે
વેપારી જે ભાવ કહે તે લખો – તરત જ દેખાશે કે નફો રહે છે કે નુકસાન. ઓછામાં ઓછો સલામત ભાવ પણ એપ બતાવશે, એટલે ખોટમાં ઓર્ડર નહીં લો.
📲 WhatsApp પર કોસ્ટિંગ શીટ
તમારા બિઝનેસનું નામ, લોગો અને ફોન નંબર સાથે સુંદર કોસ્ટિંગ શીટ બનાવો અને એક ટેપમાં વેપારીને WhatsApp કરો. ફોટો કે PDF તરીકે સેવ પણ કરી શકો. વટાવ અને નફો વેપારીને દેખાશે નહીં – તમારા માટે અલગ આંતરિક કોપી.
👥 દરેક વેપારીનો અલગ હિસાબ
વેપારી પ્રમાણે ડિઝાઇન નંબર, સાડીનો ફોટો અને ભાવ એક જગ્યાએ. જૂની ડિઝાઇનની નકલ બનાવીને નવી ડિઝાઇનનો ભાવ સેકન્ડમાં.
🔒 તમારો ડેટા સલામત
• ઇન્ટરનેટ વગર પણ ચાલે
• Google થી મફત બેકઅપ – ફોન ખોવાય કે બદલાય તો પણ બધી કોસ્ટિંગ પાછી મળે
• બે ફોનમાં સાથે વાપરો – શેઠ અને મેનેજર બંને
🙏 સંપૂર્ણ ગુજરાતીમાં
સરળ ગુજરાતી ભાષા અને ગુજરાતી અંક (૧૨૩) – કારખાનાના કોઈ પણ માણસ સહેલાઈથી વાપરી શકે.
💯 સંપૂર્ણ મફત – કોઈ જાહેરાત નહીં
આજે જ ડાઉનલોડ કરો અને આગલી સાડીનો ભાવ કોસ્ટિંગ માસ્ટરથી કાઢો!
Costing Master – saree embroidery costing calculator for Surat workshops: diamond work, jarkan, DMC, sagdi, lace, labour, vatav and profit, with WhatsApp quotation for traders (vepari).
સાડીના એમ્બ્રોઇડરી કામનો ભાવ ૧ મિનિટમાં – ડાયમંડ, જરકન, મજૂરી, વટાવ અને નફો