સ્લમડોગ મિલિયોનેર

2008 • 120 મિનિટ
R
રેટિંગ
આ આઇટમ ઉપલબ્ધ નથી

આ મૂવી વિશે

સ્લમડોગ મિલિયોનેર એ ડેની બોયેલ દ્વારા દિગ્દર્શીત, સિમોન બ્યુફોય દ્વારા લિખીત અને ભારતમાં લવલીન ટંડન દ્વારા સહદિગ્દર્શીત એક બ્રિટીશ ફિલ્મ છે. તે ભારતીય લેખક અને રાજદૂત વિકાસ સ્વરૂપની નવલકથા ક્યૂ એન્ડ એ પર આધારિત છે. ભારતમાં નિર્માણ પામેલી આ ફિલ્મમાં મુંબઇની ઝૂંપડપટ્ટીઓના એક યુવાનની વાર્તા છે જે હૂ વોન્ટ્સ ટુ બી એ મિલિયોનેર ની ભારતીય આવૃત્તિમાં ભાગ લે છે અને લોકોની અપેક્ષામાં વધારો કરે છે, એ પ્રમાણે ગેમ શોના પ્રસ્તુતકર્તા અને કાયદાનું પાલન કરાવતા અધિકારીઓમાં શંકાને ઉત્તેજન આપે છે.
ટેલ્લુરાઇડ ફિલ્મ ફેસ્ટિવલ ખાતે વર્લ્ડ પ્રિમીયર તથા ત્યારબાદ ટોરેન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ અને લંડન ફિલ્મ ફેસ્ટિવલ ખાતેના સ્ક્રિનીંગ બાદ સ્લમડોગ મિલિયોનેર પ્રારંભમાં ઉત્તર અમેરિકામાં 12મી નવેમ્બર, 2008ના રોજ મર્યાદિત ધોરણે રજૂ થઇ હતી. ત્યારબાદ તે 9મી જાન્યુઆરી, 2009ના રોજ યુનાઇટેડ કિંગ્ડમમાં અને 23મી જાન્યુઆરી, 2009ના રોજ યુનાઇટેડ સ્ટેટ્સમાં સમગ્ર દેશમાં પ્રભાવી રીતે રજૂ થઇ હતી. મુંબઇમાં 22મી જાન્યુઆરી, 2009ના રોજ તેનું પ્રિમીયર યોજાયું હતું. યુનાઇટેડ સ્ટેટ્સમાં 31મી માર્ચ, 2009ના રોજ ડીવીડી અને બ્લૂ-રે પર તે રિલીઝ કરવામાં આવી હતી.
રેટિંગ
R