Science 37 લોકો માટે પોતાના ઘરમાં જ રહીને નૈદાનીક સંશોધનમાં સહભાગી થવાનું સરળ બનાવે છે. અમારી દર્દી એપનો ઉપયોગ અભ્યાસ મુલાકાતોમાં ભાગ લેવા, અજમાયશ મૂલ્યાંકનોને પૂર્ણ કરવા, અભ્યાસ ટીમ સાથે સીધીજ વાતચીત કરવા, અને વધુ માટે કરો- તમને જોઈતી દરેક વસ્તુની પ્રાપ્યતા એક જ અનુકુળ જગ્યાએ મેળવો.
Science 37 પ્લેટ્ફોર્મ દર્દી એપ સાથે તમે આમ કરી શકશો:
- તમારા પોતાના સાધન પરથી અજમાયશના મુલ્યાંકનોને સરળતાથી પૂર્ણ કરી શકશો. આજે તમારે કયા કાર્યો કરવાના છે તે જોઈ શકશો અને જયારે તમારે હવે પછી કરવાના કાર્યો જુઓ ત્યારે અગાઉથી તૈયારી કરી શકશો.
- તમને પસંદ હોય તેવી કોઇપણ રીતે તમારી અભ્યાસ ટીમ સાથે સીધીજ વાતચીત કરો, જેમાં ટેક્સ્ટ મેસેજ કરવા, ફોન કૉલ્સ અને વિડીયો ચેટ્સનો સમાવેશ થાય છે.
- અજમાયશમાં તમે સંપૂર્ણ સમય દરમિયાન તમારીપ્રગતિ પર નજર રાખો. તમે ક્યા મૂલ્યાંકનો પૂર્ણ કર્યા છે તે જુઓ અને તમારા મહત્વના અજમાયશ દસ્તાવેજોની સમીક્ષા કરો.
SCIENCE 37 વિશે:
Science 37 વર્ચ્યુઅલ (આભાસી)અજમાયશને નવી વાસ્તવિકતા બનાવવા માટે વચનબદ્ધ છે. દર્દીઓને પોતાના ઘરમાંજ આરામદાયક વાતાવરણમાં રહીને સાથે જોડાઈને, અમે એવા દર્દીઓને પ્રાપ્યતા આપીએ છીએ જેઓ પરંપરાગત સ્થળ-આધારિત ઢાંચા દ્વારા ક્યારેય પહોંચી શકતા નથી. અમે ઝડપી નોંધણી કરવા માટે, દર્દીઓને જાળવી રાખવાના ઊંચા દર માટે, અને વધુ પ્રતિનિધિ વસ્તી સુધી પહોંચવાનું સાબિત કર્યું છે. Science 37 એ, પોતાનાજ (ઇન-હાઉસ) ટેલીમેડીસીન તપાસકર્તાઓ અને હોમ-હેલ્થ નર્સોના વિશાળ નેટવર્ક, કે જે ઉદ્યોગના સૌથી વ્યાપક, સંપૂર્ણ-સંકલિત, વિકેન્દ્રિત નૈદાનીક અજમાયશ પ્લેટફોર્મ દ્વારા સમર્થિત છે. જેનો ઉપયોગ કરીને કોઈપણ અન્ય કંપની કરતાં વધુ વિકેન્દ્રિત, હસ્તક્ષેપાત્મક પરીક્ષણો હાથ ધર્યા છે,
આ રોજ અપડેટ કર્યું
12 ફેબ્રુ, 2025