«Fun Differences» સાથે તમારી એકાગ્રતા ચકાસો અને સ્પર્ધાની મજા માણો!
«Fun Differences» એ મગજ કસનારી કોયડા રમત છે, જેમાં આગળ વધવા માટે તમારે બે ચિત્રો વચ્ચેના તફાવત શોધવા પડે છે. દરેક સ્તરનાં ચિત્રોમાં ૫ તફાવત છુપાયેલા હોય છે; બધા જ શોધી કાઢો અને નવા રોમાંચક પડકારો ખોલો! રમતમાં હજારો વિવિધ ચિત્રો અને ફોટા તથા હજારો-લાખો તફાવત છે. દરેકને પોતાને ગમે એવું કંઈક ને કંઈક મળી રહેશે! ઉપરાંત એક હજારથી વધુ અલગ-અલગ સ્તર છે, જેમાંનું દરેક પાછલા કરતાં વધુ અટપટું અને વધુ રસપ્રદ છે. માત્ર શ્રેષ્ઠ ખેલાડીઓ જ બધાં પૂરાં કરી શકે છે!
દુનિયાભરના હજારો ખેલાડીઓ અને ચાલુ સ્પર્ધાઓ તમને વ્યસ્ત રાખશે. તફાવત શોધો, પૂરા કરેલા દરેક સ્તર માટે પોઈન્ટ મેળવો અને લીડરબોર્ડમાં ઉપર ચઢો. તમારી એકાગ્રતા ચકાસો અને છુપાયેલી વસ્તુઓ શોધો, બધી જ શોધી કાઢો, આખો સંગ્રહ ભેગો કરો અને તમારી કોયડા ઉકેલવાની કુશળતા વધારો!
સૌથી અઘરા સ્તર પૂરા કરવા અને બધા તફાવત શોધવા તમે સંકેતો વાપરી શકો છો. વધારાના સંકેતો મેળવવા સ્ફટિકો વાપરો. સ્તર પૂરા કરીને તમે સ્ફટિક મેળવી શકો છો, અથવા મફત પેટીઓમાંથી પણ તે મેળવી શકો છો. વધુ સ્ફટિક મેળવવા રોજ રમતમાં આવો અથવા ગલ્લો ફોડો!
મફતમાં રમો, કોઈ જાહેરાત વગર અને કોઈપણ ઉપકરણ પર તફાવત શોધો! રમવા માટે તમને વધારે સમય જોઈતો નથી; આ રમત તમને આરામ કરવામાં મદદ કરશે અને તમારી એકાગ્રતાને પડકારવાનો ઉત્તમ માર્ગ બનશે.
વિશેષતાઓ:
એક હજારથી વધુ રોમાંચક સ્તર!
ચાલુ સ્પર્ધાઓ અને રિયલ-ટાઈમ અપડેટ થતું લીડરબોર્ડ!
કોઈ જાહેરાત કે ફરજિયાત ચુકવણી નથી!
પૂરા કરેલા દરેક સ્તર માટે રોજનું બોનસ!
તમારું પરિણામ સુધારવા માટેના સંકેતો!
તફાવત શોધવાની રમતો. બે ચિત્રો વચ્ચે છુપાયેલા તફાવત શોધી કાઢો.
આ રોજ અપડેટ કર્યું
9 એપ્રિલ, 2026