Adhyatmik Sadhana આધ્યાત્મિક સાધના

· Sri Ramakrishna Ashrama, Rajkot
5.0
2 રિવ્યૂ
ઇ-પુસ્તક
104
પેજ

આ ઇ-પુસ્તક વિશે

આધ્યાત્મિક જીવન એ તો તલવારની ધાર પર ચાલવા જેવું મુશ્કેલ છે. ઘણા લોકો લાગણીશીલતાથી તેમાં પ્રવેશે છે. તેઓ આ માર્ગની મુશ્કેલીઓથી અજાણ હોય છે. કેટલાક તો ક્ષણિક ઉત્સાહ અને આવેશને વશ થઈ સંસારનો ત્યાગ પણ કરે છે અને સમગ્ર જીવન સાધનામાં જ વિતાવવા તૈયાર થઈ જાય છે. પછીથી મન તેના અસલી સ્વરૂપમાં પ્રગટ થાય છે, આપણા જૂના સંસ્કારો તેની અનેક બિભત્સ વિકૃતિઓ સાથે જાગી ઊઠે છે. મનની આવી અવસ્થા અસહ્ય થઈ પડે છે. તેણે આધ્યાત્મિક જીવન જીવવા અગાઉથી પોતાનાં મન-શરીરને પૂરેપૂરાં તૈયાર કર્યાં હોતાં નથી એ તેનું મૂળ કારણ છે.

પોતાના અંગ્રેજી પુસ્તક ‘Spiritual Practice’માં સ્વામી અશોકાનંદજીએ સાધનામાં ઊભી થતી મુશ્કેલીઓ વર્ણવી, તેમના પર વિજય મેળવવાના નક્કર વ્યાવહારિક ઉપાય બતાવ્યા છે. આધ્યાત્મિક જીવનમાં પ્રવેશવાની પ્રારંભિક શરતોથી માંડી વ્યક્તિ સાધનામાં કેવી રીતે દૃઢ અને સ્થિર ગતિથી આગળ વધી શકે—તેનું સ્પષ્ટ અને અનુભવપૂત ચિત્ર તેમણે તેમાં આપ્યું છે. સાધનામાં પ્રવેશતી વ્યક્તિઓ માટે આ પુસ્તક એક સાચો પથપ્રદર્શક પૂરવાર થયું છે.

રેટિંગ્સ અને સમીક્ષાઓ

5.0
2 રિવ્યૂ

લેખક વિશે

સ્વામી અશોકાનંદ

આ ઇ-પુસ્તકને રેટિંગ આપો

તમે શું વિચારો છો અમને જણાવો.

માહિતી વાંચવી

સ્માર્ટફોન અને ટૅબ્લેટ
Android અને iPad/iPhone માટે Google Play Books ઍપ ઇન્સ્ટૉલ કરો. તે તમારા એકાઉન્ટ સાથે ઑટોમૅટિક રીતે સિંક થાય છે અને તમને જ્યાં પણ હો ત્યાં તમને ઑનલાઇન અથવા ઑફલાઇન વાંચવાની મંજૂરી આપે છે.
લૅપટૉપ અને કમ્પ્યુટર
Google Play પર ખરીદેલ ઑડિઓબુકને તમે તમારા કમ્પ્યુટરના વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરીને સાંભળી શકો છો.
eReaders અને અન્ય ડિવાઇસ
Kobo ઇ-રીડર જેવા ઇ-ઇંક ડિવાઇસ પર વાંચવા માટે, તમારે ફાઇલને ડાઉનલોડ કરીને તમારા ડિવાઇસ પર ટ્રાન્સફર કરવાની જરૂર પડશે. સપોર્ટેડ ઇ-રીડર પર ફાઇલો ટ્રાન્સ્ફર કરવા માટે સહાયતા કેન્દ્રની વિગતવાર સૂચનાઓ અનુસરો.