Kusumavali: Jhaverchand Meghani Book

Rajkot Gurukul
4,6
5 avaliações
E-book
84
Páginas

Sobre este e-book

રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થાન સાહિત્ય પ્રકાશન વિભાગના ઉપક્રમે કુસુમાવલિ પુસ્તકની આ આવૃત્તિ પ્રસિદ્ધ કરતા આનંદ અનુભવીએ છીએ. કુસુમાવલિની પ્રથમ આવૃત્તિ મુંબઈના હરિભક્ત શિરોમણી શેઠ શ્રી કરમશી દામજી જે.પી.ની પુણ્ય સ્મૃતિમાં એમના જીવન વૃત્તાંત સાથે આજથી ૯૨ વર્ષ પહેલાં સને ૧૯૨૯માં બોટાદ ‘સત્સંગ સુધા’ કાર્યાલય તરફથી પ્રસિદ્ધ થયેલ.


આ કુસુમાવલિનું સંપાદન સાકરલાલ ગણેશજી શાસ્ત્રીએ કરેલું છે. એમાં ભાષાનો ઓપ આપવાનું કાર્ય મૂળભાવ જાળવી રાખીને સાક્ષર સિદ્ધહસ્ત લેખક શ્રી ઝવેરચંદભાઈ મેઘાણીએ કરેલ હોય એમ શૈલી અને રજુઆત પરથી જણાય છે. કારણ કે આ પુસ્તકનું પ્રિન્ટિંગ અમૃતલાલ દલપતભાઈ શેઠના સૌરાષ્ટ્ર મુદ્રણાલયમાં થયું છે. શ્રી ઝવેરચંદભાઈ મેઘાણી એ અરસામાં આ મુદ્રણાલયનું કાર્ય સંભાળતા ને ફૂલછાબ અખબાર પણ રાણપુરથી પ્રસિદ્ધ કરતા હતા.


આપણા શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના વિપુલ સાહિત્યસાગરમાંથી શાસ્ત્રી સાકરલાલજીએ આ ૧૩ પ્રસંગોને અનુલક્ષીને માહિતી સભર આકલન કર્યું. શ્રી ઝવેરચંદભાઈ મેઘાણીએ સંવાદક ભાષામાં સરસ શૈલીમાં આગવો ઓપ આપી પ્રસંગોને નજર સામે તરવરે એવી રસ સભર ભાષામાં રજૂ કર્યાં. જેથી વાચનારની રસવૃત્તિ જળવાય રહે એટલું જ નહિ પણ ફરી ફરી વાંચવાનું મન થાય, એવી સત્સંગમાં બનેલ આ ઘટના પ્રસંગો છે. જે વાંચવાથી પ્રગટ ભગવાન શ્રી સ્વામિનારાયણનો મહિમા, સત્સંગની પ્રણાલી અને સમર્થ સંતવર્ય ગોપાળાનંદ સ્વામી આદિ સંતોનો પ્રતાપ અને આગવું સંતત્ત્વ જણાય આવે છે.


શ્રીજી મહારાજના સમકાલીન નંદ સંતોએ પોતે લખેલ વાતોમાં શ્રીજી મહારાજ અને એમના યોગમાં આવેલ ઘણાય સંતો અને ભક્તજનોનાં જીવનના પ્રેરક પ્રસંગો નોંધ્યા છે. આ નૂતન પ્રસંગોનો ઘટના ક્રમ અને વાસ્તવિકતા જાળવી રાખીને એમાં ખૂટતા સંદર્ભો ઉમેરીને રસ સભર ભાષામાં રજૂ કરવામાં આવે તો જિજ્ઞાસુઓ હોંશે હોંશે વાંચે અને પ્રેરણા મેળવે. સંપ્રદાયના મૂર્ધન્ય લેખકો આ અંગે ઘણું કરી શકે એમ છે.


સદ્‌. સ્વામી દેવકૃષ્ણદાસજીની પ્રેરણા અને પ્રાપ્ત થયેલ જૂની પ્રતને આધારે આ કુસુમાવલિનું પ્રકાશન કરવામાં આવ્યું છે. જેમાં પાર્ષદ વશરામ ભગતે પ્રુફ તપાસવામાં સહાય કરી છે. સ્વામી રસિકવલ્લભદાસજીએ પેઈજ સેટિંગ અને જરૂરી સુશોભન કરેલ છે. સાધુ વિશ્વસ્વરૂપદાસજી સ્વામીએ ટાઈટલ પેજની ડિઝાઈન વગેરેની સેવા કરી આપેલ છે.


આશા રાખીએ છીએ કે ગુરુકુલ સંસ્થાનનું આ પ્રકાશન અન્ય પ્રકાશનની જેમ જ સત્સંગ સમાજના ભાવિકોને પ્રેરણાદાયી અને ઉપયોગી થઈ રહેશે.

Classificações e resenhas

4,6
5 avaliações

Avaliar este e-book

Diga o que você achou

Informações de leitura

Smartphones e tablets
Instale o app Google Play Livros para Android e iPad/iPhone. Ele sincroniza automaticamente com sua conta e permite ler on-line ou off-line, o que você preferir.
Laptops e computadores
Você pode ouvir audiolivros comprados no Google Play usando o navegador da Web do seu computador.
eReaders e outros dispositivos
Para ler em dispositivos de e-ink como os e-readers Kobo, é necessário fazer o download e transferir um arquivo para o aparelho. Siga as instruções detalhadas da Central de Ajuda se quiser transferir arquivos para os e-readers compatíveis.