Master Keys of Happy Life (Gujarati): The Life Changer Turning Point

· M. Patel
4.5
15 則評論
電子書
252
頁數

關於這本電子書

" એક વાર આ પુસ્તક વાંચી તો જો,

જિંદગી બદલાઈ જશે !!! "

હાં, તમે એકદમ સાચું વાંચ્યું છે.ઈતિહાસ સાક્ષી છે કે, ઘણાં બધા પુસ્તકોએ દુનિયાનાં ઘણાં બધા લોકોની જિંદગી બદલી છે.કોઈ એક સારી રેસ્ટોરન્ટમાં તમે અથવા તમારી ફેમિલીએ એક ટાઈમનું જમેલું ભોજન તમારી કિસ્મત ક્યારેય નહિં બદલી શકે, પરંતુ તેના કરતા પણ એકદમ ઓછી કિંમતમાં મળતું આ લાઈફ ચેન્જર પુસ્તક તમારી, તમારાં બાળકોની અને તમારાં પરિવારનાં સભ્યોની કિસ્મત ચોક્કસ બદલી શકે છે. પુસ્તકમાં બતાવવામાં આવેલા વાસ્તવિક, પ્રેક્ટિકલ અને શક્તિશાળી સોલ્યુશન, ટેક્નિક, આઈડિયા અને ગાઈડન્સ દુનિયાનાં અનેક લોકો માટે સાચાં અર્થમાં

(1) પ્રોબ્લેમ સોલવિંગ સૉલ્યુશન

(2) ગોલ એચીવર ગાઈડ

(3) વર્તમાનમાં અને/અથવા ભવિષ્યમાં નીડ ફુલફિલર (જરૂરિયાતોને કેવી રીતે પૂર્ણ કરવી)તે બાબતમાં એક પથદર્શક બની રહેશે અને આ બધા માપદંડો જ આ પુસ્તકને એક એક્સ્ટ્રા ઓર્ડિનરી લાઈફ ચેન્જર પુસ્તક બનાવે છે.

~ આ પુસ્તક કોણે કોણે અને શા માટે વાંચવું જોઈએ ?

- આ પુસ્તક દરેક ધર્મના લોકો પછી ભલે તે સ્ત્રી હોય કે પુરુષ, સ્કૂલ કે કોલેજમાં ભણતા વિદ્યાર્થી હોય કે વિદ્યાર્થિની દરેકે આ પુસ્તક વાંચવું જ જોઈએ.

- જે લોકોનો દ્રષ્ટિકોણ નકારાત્મક છે તેવા લોકો આ પુસ્તકની મદદથી પોતાના દ્રષ્ટિકોણને સકારાત્મક, રચનાત્મક અને સર્જનાત્મક દ્રષ્ટિકોણમાં બદલી શકશે. જે લોકોનો દ્રષ્ટિકોણ સકારાત્મક છે તેવા લોકો આ પુસ્તકની મદદથી પોતાના દ્રષ્ટિકોણને વધુ રચનાત્મક અને વધુ સર્જનાત્મક દ્રષ્ટિકોણમાં બદલીને પોતાના ધ્યેયને ખૂબ જ ઝડપથી અને ખૂબ જ સરળતાથી પ્રાપ્ત કરી શકશે, સફળતાના નવા નવા શિખરો સર કરી શકશે. આથી, જે લોકો પોતાના દ્રષ્ટિકોણને વધુ સકારાત્મક, વધુ રચનાત્મક અને વધુ સર્જનાત્મક બનાવવા માગતા હોય તેવા લોકો માટે આ પુસ્તક એક લાઈફ ચેન્જર ટર્નિંગ પોઈન્ટ બની રહેશે.

-જે લોકો પોતાનો અભ્યાસ પૂર્ણ કરીને નોકરી કે ધંધાની શોધમાં હોય તેવા લોકો માટે આ પુસ્તક એક ઉત્તમ માર્ગદર્શક સમાન છે. તેવા લોકોએ આ પુસ્તક જરૂર ને જરૂર જેટલું જલ્દી શક્ય હોય તેટલું જલ્દી વાંચવું જ જોઈએ.

-જે લોકોએ વર્તમાન સમયમાં હોમ લોન, કાર લોન જેવી લોન લીધેલી છે અથવા તો ભવિષ્યમાં લેવાના છે અથવા જે લોકો પર કોઈ પણ કારણસર ભૂતકાળનું અમુક દેવું, લેણું કે ઋણ છે અથવા જે લોકો વર્તમાન સમયમાં કોઈ પણ પ્રકારની નાણાંકીય તંગી અનુભવી રહયા છે અથવા જે લોકો પોતાની વર્તમાન આર્થિક સ્થિતિને સુધારવાની તીવ્ર ઈચ્છા રાખે છે તેવા લોકો માટે આ પુસ્તક નાણાંને લાગતી સમસ્યાને સૉલ્વ કરવાવાળું એક સર્વશ્રેષ્ઠ મની પ્રૉબ્લેમ સૉલ્વર અને એક સર્વશ્રેષ્ઠ ગાઈડ બની રહેશે.

-જે લોકોને પોતાની વર્તમાન પરિસ્થિતિ સામે કોઈ પણ પ્રકારની સમસ્યા હોય, કોઈ પણ પ્રકારની ફરિયાદ હોય, કોઈ પણ પ્રકારની તકલીફ હોય, જે લોકો પોતાની વર્તમાન પરિસ્થિતિથી નાખુશ છે અને પોતાની આજ અને આવતી કાલને બદલવાની અને સુધારવાની તીવ્ર ઈચ્છા રાખે છે. તેવા લોકો માટે આ પુસ્તક એક સર્વ શ્રેષ્ઠ પ્રોબ્લેમ સોલ્વર બની રહેશે. આથી, આવા લોકોએ પણ આ પુસ્તક જરૂર ને જરૂર જેટલું જલ્દી શક્ય હોય તેટલું જલ્દી વાંચવું જ જોઈએ.

-જે લોકો પોતાની વર્તમાન નોકરી કે કામ ધંધાથી કોઈ પણ રીતે હેરાન-પરેશાન હોય, જે લોકોને પોતાના ધ્યેય સુધી પહોંચવાના માર્ગમાં કોઈ પણ પ્રકારની જૂની, ખોટી, નકામી ગેરમાન્યતા કે બીજા કોઈ પણ પ્રકારના અવરોધ આડે આવતા હોય તેમના માટે આ પુસ્તક એક સર્વશ્રેષ્ઠ ગોલ એચીવર બની રહેશે.આથી, આવા લોકોએ પણ આ પુસ્તક જરૂર ને જરૂર જેટલું જલ્દી શક્ય હોય તેટલું જલ્દી વાંચવું જ જોઈએ.

આ પુસ્તકમાં સુખી જીવનની ચાવીઓ એટલે કે, વાસ્તવિક અને પ્રેક્ટિકલ ઉપાયો એટલી સરળ રીતે રજુ કરવામાં આવ્યા છે કે, જેને દસ વર્ષનો છોકરો પણ સરળતાથી સમજી શકે અને પોતાના જીવનમાં અમલમાં મૂકી શકે. આ પુસ્તકનું કોઈપણ એક પાનું વાંચતી વખતે તમને એવું ચોક્કસ ફીલ થશે કે, જો આ પુસ્તક મારી પાસે 10 વર્ષ પહેલા આવ્યું હોત, જો આ પુસ્તક મારી પાસે 20 વર્ષ પહેલા આવ્યું હોત, તો આજે જિંદગી કઈંક અલગ જ હોત.

આ પુસ્તક બાળપણની કેટલીક જૂની, નકામી, ખોટી, ગેરમાન્યતાઓ તમારા મગજમાંથી દૂર કરશે. આ પુસ્તક વર્તમાન સમયની શિક્ષણ વ્યવસ્થાના નબળા પાસાઓને ઉજાગર કરે છે. આ પુસ્તક તમને શારીરિક તંદુરસ્તીની સાથે સાથે માનસિક તંદુરસ્તી કઈ રીતે મેળવવી અને તેને કઈ રીતે જાળવી રાખવી તે પણ શીખવે છે. આ પુસ્તકની મદદથી તમે તમારા આત્મવિશ્વાસને સેંકડો ગણો વધારીને તેની અદ્રશ્ય શક્તિનો જીવનના કોઈપણ ક્ષેત્રમાં પ્રગતિ કરવા માટે ભરપૂર લાભ કઈ રીતે લેવો તે પણ શીખી શકશો. સાથે સાથે આ પુસ્તક તમારામાં રહેલી અસીમ ક્ષમતાઓની તમને જાણ કરાવશે અને તે ક્ષમતાઓને સેંકડો ગણી કઈ રીતે વધારવી તે પણ શીખવશે.

評分和評論

4.5
15 則評論

關於作者

એમ.પટેલ કે જેઓ તેમના પુસ્તકમાં બધા જ લોકોને તેમના રોજિંદા વ્યવહારિક જીવનમાં ખૂબ જ ઉપયોગી થાય તેવું પ્રોબ્લેમ સોલ્વિંગ સોલ્યુશન અને ગૉલ અચીવર ગાઈડન્સ આપવા માટે જાણીતા છે. દુનિયાનાં ઘણાં બધા લોકો તેમના પુસ્તકો  વાંચીને ખુદ પોતાને  અને પોતાનાં  પરિવારનાં  સભ્યોને એક વધુ સુખી, વધુ સફળ, વધુ પ્રગતિશીલ, વધુ સ્વસ્થ અને વધુ સમૃદ્ધ જિંદગી આપવામાં સફળ થયા  છે.

為這本電子書評分

請分享你的寶貴意見。

閱讀資訊

智能手機和平板電腦
請安裝 Android 版iPad/iPhone 版「Google Play 圖書」應用程式。這個應用程式會自動與你的帳戶保持同步,讓你隨時隨地上網或離線閱讀。
手提電腦和電腦
你可以使用電腦的網絡瀏覽器聆聽在 Google Play 上購買的有聲書。
電子書閱讀器及其他裝置
如要在 Kobo 等電子墨水裝置上閱覽書籍,你需要下載檔案並傳輸到你的裝置。請按照說明中心的詳細指示,將檔案傳輸到支援的電子書閱讀器。