લેખક બ્રહ્મલીન સ્વામી આત્માનંદજી રામકૃષ્ણ મઠ અને મિશનના એક વિદ્વાન સંન્યાસી હતા. તેમનો હિન્દી ગ્રંથ ‘ગીતાતત્ત્વચિંતન’ વિદ્વાનોમાં બહોળો આદર પામ્યો છે. આ ગ્રંથનો પુનર્જન્મમીમાંસાને આવરી લેતો ભાગ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’માં વિભિન્ન સમયે છપાયેલ હતો. તે લેખોનું સંકલન અમે ભગવાન શ્રીરામકૃષ્ણદેવને પુષ્પાંજલિ સ્વરૂપ અર્પણ કરીએ છીએ.