Sri Ramakrishna Samipe શ્રીરામકૃષ્ણ સમીપે

· Sri Ramakrishna Ashrama, Rajkot
5,0
3 recenzije
E-knjiga
624
str.

O ovoj e-knjizi

हरि अनन्त हरिकथा अनन्ता। એ ન્યાયે શ્રીરામકૃષ્ણના દિવ્યજીવનની સમૃદ્ધ આધ્‍યાત્મિક ભાવનાને સાંગોપાંગ સમજવી અને એથીય વિશેષ તો એને શબ્દબદ્ધ કરવી તે અતિ ભગીરથકાર્ય છે. શ્રીરામકૃષ્ણ વિષે રોમાં રોલાંએ લખ્યું છે: ‘ત્રીસ કરોડ માનવીઓના આધ્‍યાત્મિક જીવનના બે હજાર વર્ષના (તેઓ) નિચોડરૂપ હતા.’

શ્રીરામકૃષ્ણના અલૌકિક તથા દિવ્યજીવનમાં કેટલાંક એવાં તત્ત્વો અને પાસાં છે, જે માનવીય સમજથી પર છે. તે સૌનું ચરિત્રચિત્રણ ભાષાબદ્ધ કરવાનો પ્રયાસ વેદાંત સોસાયટી ઓફ સેન્ટ લુઈસના મિનિસ્ટર ઇનચાર્જ સ્વામી ચેતનાનંદે પોતાના પુસ્તક ‘How to Live with God’માં કર્યો છે.

Ocjene i recenzije

5,0
3 recenzije

O autoru

સ્વામી ચેતનાનંદ રામકૃષ્ણ સંઘના સંન્યાસી છે તેમજ સેન્ટ લુઈસ અને કેન્સાસ સિટી, મિઝોરી, યુ.એસ.એ.ની વેદાંત સોસાયટીના મિનિસ્ટર ઇન્ચાર્જ છે. તેઓ 1950થી સંઘ સાથે સંકળાયેલા છે. તેઓ સત્તાવાર રીતે 1960માં સંન્યાસી તરીકે સંઘમાં જોડાયા હતા. તેમને રામકૃષ્ણ સંઘના સાતમા પરમાધ્‍યક્ષ અને શ્રીરામકૃષ્ણદેવના પ્રત્યક્ષ શિષ્ય સ્વામી બ્રહ્માનંદના અંગત સચિવ સ્વામી શંકરાનંદ દ્વારા દીક્ષા આપવામાં આવી હતી.

     1971માં યુનાઇટેડ સ્ટેટ્સમાં આવતાં પહેલાં, સ્વામીએ માયાવતી, હિમાલય ખાતે અદ્વૈત આશ્રમના પ્રકાશન અને સંપાદકીય વિભાગો અને કલકત્તામાં તેની શાખામાં કાર્યરત હતા. તેમણે 1971-78 સુધી વેદાંત સોસાયટી ઓફ સધર્ન કેલિફોર્નિયા, લોસ એન્જલસના આસિસ્ટન્ટ મિનિસ્ટર ઇન્ચાર્જ તરીકે સેવા આપી હતી. 1977-78માં, તેમણે સધર્ન કેલિફોર્નિયાની આંતર-ધાર્મિક પરિષદના ઉપ-પ્રમુખ તરીકે સેવા આપી હતી, અને હાલમાં તેઓ સેન્ટ લુઈસની ઇન્ટરફેથ પાર્ટનરશિપના કેબિનેટ મેમ્બર છે. માર્ચ 1978માં તેમની બદલી સેન્ટ લુઈસ, મિઝોરીમાં કરવામાં આવી અને સ્વામી સત્પ્રકાશાનંદ હેઠળ સેન્ટ લુઈસની વેદાંત સોસાયટીના આસિસ્ટન્ટ મિનિસ્ટર ઇન્ચાર્જ તરીકે સેવા આપી હતી. નવેમ્બર 1979માં સ્વામી સત્પ્રકાશાનંદના દેહાવસાન પછી જાન્યુઆરી 1980માં તેઓ સોસાયટીના મિનિસ્ટર ઇન્ચાર્જ બન્યા. તેઓ કેન્સાસ સિટી, મિઝોરી, યુ.એસ.એ.ની વેદાંત સોસાયટીના પણ મિનિસ્ટર ઇન્ચાર્જ છે.

     સ્વામી ચેતનાનંદે તમામ છ ખંડોનો પ્રવાસ કર્યો છે અને ભારતીય ફિલસૂફી, ખાસ કરીને વેદાંત અને રામકૃષ્ણ-વિવેકાનંદ વિશે પ્રવચનો આપ્યાં છે. તેમણે છેલ્લાં 48 વર્ષો દરમિયાન પશ્ચિમમાં નિષ્ઠાવાન સાધકોને ધ્યાન અને આધ્યાત્મિક બાબતો વિશે પ્રશિક્ષણ આપ્યું છે અને અત્યાર સુધીમાં વેદાંત ગ્રંથો અને રામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્ય વિષયક લગભગ 1400 પ્રવચનો આપ્યા છે અને બે હજાર વર્ગોનું આયોજન કર્યું છે.

     તેઓએ અંગ્રેજી, બંગાળી અને સંસ્કૃત ભાષામાં 40થી વધુ પુસ્તકોની રચના, સંપાદન, અથવા અનુવાદ કર્યા છે. તેઓનાં પુસ્તકો અને લખાણોનો જર્મન, ડચ, સ્પેનિશ, ફ્રેન્ચ, જાપાનીઝ, ક્રોએશિયા, લિથોનિયા અને મોટાભાગની ભારતીય ભાષાઓમાં અનુવાદ થયો છે.

Ocijenite ovu e-knjigu

Recite nam što mislite.

Informacije o čitanju

Pametni telefoni i tableti
Instalirajte aplikaciju Google Play knjige za Android i iPad/iPhone. Automatski se sinkronizira s vašim računom i omogućuje vam da čitate online ili offline gdje god bili.
Prijenosna i stolna računala
Audioknjige kupljene na Google Playu možete slušati pomoću web-preglednika na računalu.
Elektronički čitači i ostali uređaji
Za čitanje na uređajima s elektroničkom tintom, kao što su Kobo e-čitači, trebate preuzeti datoteku i prenijeti je na svoj uređaj. Slijedite detaljne upute u centru za pomoć za prijenos datoteka na podržane e-čitače.