Yatharth Geeta - યથાર્થ ગીતા: Srimad Bhagavad Gita - શ્રીમદ્ ભગવદ્ ગીતા

· Shri Paramhans Swami Adgadanandji Ashram Trust
4.8
165 reviews
Ebook
445
Pages

About this ebook

5200 વર્ષોના લાંબા અંતરાલ પછી શ્રીમદ્ ભગવદ્ ગીતાની શાશ્વત વ્યાખ્યા

માનવ ધર્મશાસ્ત્ર

શ્રીકૃષ્ણે ગીતાનો ઉપદેશ આપ્યો એ વખતે એમના મનમાં કયા ભાવ હતા? મનના બધા જ ભાવ કહી શકાતા નથી, કેટલાક કહી શકાય છે, કેટલાક ભાવ-ભંગિથી વ્યક્ત થાય છે અને બાકીના પૂર્ણપણે ક્રિયાત્મક છે એને કોઈ પથિક ચાલીને જ જાણી શકે. શ્રીકૃષ્ણ જે સ્તર પર હતા, તે સ્તર સુધી ક્રમશઃ ચાલીને એ જ અવસ્થા પ્રાપ્ત કરનાર મહાપુરુષ જ જાણે છે કે ગીતા શું કહે છે. એ ગીતાનું પુનરાવર્તન જ નથી કરતા, પણ એમના ભાવ પણ દર્શાવે છે; કારણ કે જે દ્રશ્ય શ્રીકૃષ્ણની સામે હતું એ જ એ વર્તમાન મહાપુરુષની સમક્ષ પણ હોય છે. તેથી એ જુએ છે. એ દેખાડશે, તમારામાં જાગૃતિ પણ લાવી દેશે, એ પથ પર ચલાવશે પણ ખરાં.

પૂજ્ય પરમહંસજી મહારાજ પણ એ જ સ્તરના મહાપુરુષ હતા. એમની વાણી તથા અન્તઃ પ્રેરણાથી ગીતાનો જે અર્થ મળ્યો એનું જ સંકલન ‘યથાર્થ ગીતા’ છે.

- સ્વામી અડગડાનંદ

Ratings and reviews

4.8
165 reviews
Udayan Sathe
April 22, 2020
superb, Very nice, all should read it and should practice life accordingly, we are far away from our original religion, this book definitely helps to understand geeta updesh Very Thankful to Swami Adgadananad for his excellency.
8 people found this review helpful
Did you find this helpful?
Ushma Vyas
April 22, 2021
All good. If whole Sanskrit grammar books for free is helpful. Thanks
Did you find this helpful?
Patel Rahul
May 1, 2017
Good and help full books in gujarati language is all people useless
8 people found this review helpful
Did you find this helpful?

About the author

લેખક વિશે...

‘યથાર્થ ગીતા’ના લેખક એક સંત છે. તેઓ શૈક્ષણિક પદવીધારી ન હોવા છતાં સદગુરુ-કૃપાના ફળરૂપે ઇશ્વરી આદેશોથી સંચાલિત છે. લેખનને તેઓ સાધના- આરાધનામાં બાધારૂપ માનતા આવ્યા છે. પણ ગીતાના આ ભાષ્યમાં આદેશ જ નિમિત્ત બન્યો. ભગવાને એમને અનુભવમાં દેખાડ્યું કે તમારી બધી વૃત્તિઓ શાંત થઈ ગઈ છે. કેવળ એક નાનકડી વૃત્તિ શેષ છે-ગીતા લખવી. પહેલાં તો સ્વામીજીએ આ વૃત્તિને આરાધનાથી નષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો, પણ ભગવાનનો આદેશ બદલાયો નહીં, એ જ આદેશનું મૂર્ત સ્વરૂપ છે – ‘યથાર્થ ગીતા’. ભાષ્યમાં ક્યાંય પણ ભૂલ થતી તો ભગવાન સુધારી દેતા હતા. સ્વામીજીની સ્વાન્તઃ સુખાય આ કૃતિ સર્વાન્તઃ સુખાય બને એવી શુભકામના સાથે.

વીસમી સદીના અંતિમ મહાકુંભના અવસર પર હરિદ્વારમાં સમસ્ત શંકરાચાર્યો, મહામંડલેશ્વરો, બ્રાહ્મણ-મહાસભા અને 44 દેશોના ધર્મશીલ વિદ્વાનોની ઉપસ્થિતિમાં વિશ્વધર્મસંસદ દ્વારા પૂજ્ય સ્વામીજીને ‘વિશ્વગૌરવ’ સન્માનપત્ર પ્રદાન કરવામાં આવ્યો.

વિશ્વધર્મ પરિષદે વિશ્વમાનવ ધર્મશાસ્ત્ર ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’ના ભાષ્ય ‘યથાર્થ ગીતા’ પર પરમપૂજ્ય વિશ્વગૌરવ પરમહંસ સ્વામીશ્રી અડગડાનંદજી મહારાજશ્રીને પ્રયાગના પરમપાવન પર્વ મહાકુંભના અવસર સમયે તા. 26-01-2001ના દિવસે ‘વિશ્વગુરુ’ની પદવી દ્વારા વિભુષિત કર્યા!

ભારતની સર્વોચ્ચ શ્રી કાશી વિદ્વત્ પરિષદે તારીખ 01-03-2004ના રોજ ‘‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’’ને ધર્મશાસ્ત્ર અને ‘‘યથાર્થ ગીતા’’ને પરિભાષાના રૂપમાં સ્વીકૃત કર્યા છે.

- પ્રકાશક તરફથી

Rate this ebook

Tell us what you think.

Reading information

Smartphones and tablets
Install the Google Play Books app for Android and iPad/iPhone. It syncs automatically with your account and allows you to read online or offline wherever you are.
Laptops and computers
You can listen to audiobooks purchased on Google Play using your computer's web browser.
eReaders and other devices
To read on e-ink devices like Kobo eReaders, you'll need to download a file and transfer it to your device. Follow the detailed Help Center instructions to transfer the files to supported eReaders.