માનવની અસાધારણ શક્તિઓનું સ્થાન માણસનું મન છે, મન એ વિરાટ મનનો એક ભાગ જ છે; વિચાર સંક્રમણ, સર્વવ્યાપી મન, માનવ- માનવ વચ્ચેના તફાવતનું કારણ તેનું વ્યક્તિત્વ વગેરે બાબતોનું સંક્ષેપમાં પણ સહજ-સરળ વિવરણ આ પુસ્તિકામાં મળશે. કેળવણી કે શિક્ષણનો આદર્શ, ભૌતિક, માનસિક અને આધ્યાત્મિક વિશ્વ, પવિત્રતા, નૈતિકતા, શાસ્ત્રોની ઉપયોગીતાનું મહત્ત્વ, એકાગ્રતા એ સર્વજ્ઞાનનો સાર, આહાર-વિહારના નિયમોની મર્યાદા, અપક્રાંતિવાદ અને ઉપક્રાંતિવાદ, શાંત-સંવાદીજીવન, ઈશ્વરપ્રાપ્તિ માટેની અદમ્ય તાલાવેલી, ધ્યાન, મહાન આદર્શ માટે સાચી ઇચ્છા, ધ્યેય અને તેને પ્રાપ્ત કરવાની રીતો જેવી બાબતોને આ પુસ્તિકામાં આવરી લીધી છે.