આજના સમાજમાં અને ખાસ કરીને યુવાનોમાં તેના વ્યાપક પ્રસારની આવશ્યકતા અને મહત્ત્વને ધ્યાનમાં રાખીને અમે આ અંગ્રેજી પુસ્તિકાનો ગુજરાતી અનુવાદ પ્રકાશિત કરી રહ્યા છીએ. આ પુસ્તિકાના ગુજરાતી અનુવાદ માટે શ્રીજ્યોતિબહેન થાનકીના તેમજ અનુવાદની મંજૂરી આપવા માટે અદ્વૈત આશ્રમ, કલકત્તાના અમે આભારી છીએ.
આશા છે કે આ પુસ્તિકાના રચનાત્મક વિચારો આપણી યુવાપેઢીના ચારિત્ર્ય ઘડતરમાં સહાયક બનશે.
સ્વામી બુધાનંદ