૧૭૦ પ્રશ્નોના જવાબ માત્ર હિન્દુધર્મ પાસે જ

· Agniveer
5.0
2 reviews
Ebook
164
Pages

About this ebook

હું કોણ છું?

મારા જીવનનો ઉદ્દેશ શો છે?

શું ઈશ્વરની સત્તા છે કે નહીં?

ઈશ્વરે આપણને કેમ બનાવ્યાં?

મારે કયો ધર્મ અનુસરવો?

દરેક બાળકના મનમાં આ પ્રશ્નો ઉઠતા હોય છે. પણ ઈશ્વરનિંદાના સખત કાયદાઓએ ઘણાં બાળકોના મો બંધ કરી દીઘા છે. કારણ કે કેટલાંક ધર્મ સંપ્રદાયોમાં પ્રશ્નો પૂછવા એટલે ઈશ્વરનું અપમાન કર્યું ગણાય છે. આ ધર્મ સંપ્રદાયોમાં પ્રશ્નોનું સ્થાન રૂઢીવાદી માન્યતાઓને લઇ લીધું છે. સત્ય શોધની ઈચ્છાશક્તિનું સ્થાન ઈશ્વરનિંદાની સખત સજાના ડરે લઇ લીધું છે.

પણ જ્યારે કોઈ આવાં ભયભીત વાતાવરણમાં ફસાયેલું હોય છે, ત્યારે હિન્દુધર્મ તેની રક્ષાએ આવે છે. અન્ય ધર્મ સંપ્રદાયોમાં ઈશ્વરને પ્રશ્ન કરી શકાતો નથી. પણ હિન્દુધર્મમાં પ્રશ્ન પૂછવાથી જ ઈશ્વરની સાચી સમજ કેળવાય છે. હિન્દુધર્મમાં ઈશ્વરનિંદાની કે ઈશ્વરને પ્રશ્ન પૂછવાની કોઈ સજા નથી. હિન્દુધર્મમાં તમે ઈશ્વરને સ્વીકારી પણ શકો છો અથવા તો તેને નકારી પણ શકો છો.

અન્ય કટ્ટરપંથી સંપ્રદાયોમાં તમે ઈશ્વરના ‘ગુલામ’ છો. પણ હિન્દુધર્મમાં તમે ઈશ્વરના ‘સંતાન’ છો. કટ્ટરપંથી સંપ્રદાયોમાં તમને હંમેશા નર્કનો ડર સતાવતો રહે છે. આ સંપ્રદાયોમાં તમારે નર્કની બીકે કામ કરવું પડે છે. પણ હિન્દુધર્મમાં ઈશ્વરના પ્રેમ માટે કર્મ કરવાના હોય છે.

હિન્દુધર્મનો ઈશ્વર એટલે આપણી માતા! આપણે બાળકની જેમ તેનો હાથ પકડીને ચાલવાનું. તેને સાથે વાતો કરવાની, તેની સાથે મજાક પણ કરવાની. તેની સાથે હસવાનું અને તેને પ્રશ્ન પણ પૂછવાના! અને જ્યારે થાકી જઈએ ત્યારે માતા આપણને ઉચકી લે. જ્યારે આપણેને મુજવણ થાય ત્યારે માતા તે મુજવણનું સમાધાન પણ કરે!

બીજા ધર્મ સંપ્રદાયો જે પર્શ્નોના જવાબ આપવામાં નિષ્ફળ ગયા છે તેવા ૧૭૦ થી પણ વધુ પ્રશ્નોના જવાબ હિન્દુધર્મ આ પુસ્તક દ્વારા આપે છે.

આ પુસ્તક એટલે માતાનો ખોળો કે જ્યાં બધાં જ પ્રશ્નોનો અંત આવે…..

Ratings and reviews

5.0
2 reviews

About the author

આજના સમયમાં વેદ, ગીતા અને હિન્દુધર્મના મર્મને સમજનાર થોડા લોકોમાંના એક. વેદ, આધ્યત્મિકતા, હિન્દુધર્મ અને યોગ જેવા વિષયો પર ફેલાયેલી ખોટી ધારણા અને માન્યતાઓ, અને હિન્દુધર્મ વિરોધીઓના એક એક આરોપોનો મુહતોડ જવાબ આપનાર એક માત્ર ધર્મરક્ષક. દેશ અને વિદેશોમાં ઘણાં લોકોને પ્રેરિત કરનારી અગ્નિવીર સંસ્થાના સંસ્થાપક. અગ્નિવીરના માધ્યમથી દેશમાં જાતિ, ઘર્મ અને લિંગના આધાર પર થતા અન્યાય અને ધર્મ પરિવર્તન પર આધાત કરી સમાનતા અને ન્યાય માટે કામ કરનાર. જાતિઓની એકતા અને દેશ ભરમાં અગ્નિવીરના “હિન્દુ-દલિત યજ્ઞ” કાર્યક્રમના પ્રેરણાં સ્ત્રોત. જીવન બદલી નાખનારી ઘણી પુસ્તકોના લેખક, કવિ, વક્તા, દાર્શનિક અને યોગી. પ્રેરણા ભર્યા શબ્દોથી આત્મહત્યા માટે તૈયાર થઇ ચુકેલા યુવાનોને મોતના મોઢામાંથી બહાર ખેચી લાવનાર જાદુગર. વિશ્વ પ્રસિદ્ધ આઈ.આઈ.ટી અને આઈ.આઈ.એમના સ્નાતક, વૈજ્ઞાનિક અને વિશ્વના ૨૦ સૌથી પ્રતિષ્ઠિત રિસ્ક-મેનેજમેન્ટ ગુરુઓમાંના એક. સંજીવ નેવર દમ તોડી રહેલા ધર્મમાં પ્રાણ ફૂકાનાર એક કર્મયોગી પણ છે.

Reading information

Smartphones and tablets
Install the Google Play Books app for Android and iPad/iPhone. It syncs automatically with your account and allows you to read online or offline wherever you are.
Laptops and computers
You can listen to audiobooks purchased on Google Play using your computer's web browser.
eReaders and other devices
To read on e-ink devices like Kobo eReaders, you'll need to download a file and transfer it to your device. Follow the detailed Help Center instructions to transfer the files to supported eReaders.