તે સર્વેનાં જીવનમાં ગુરુભક્તિ અને સેવાએ મૂર્તિમંત રૂપ ધારણ કર્યું હતું. તેઓ યથાર્થ કર્મયોગી અને મહાપ્રાણ સાધકો હતા. તેઓના સમગ્ર વ્યક્તિત્વને ત્રણ શબ્દોમાં સારભૂત કરી શકાયઃ માધુર્ય, સન્નિષ્ઠા અને પૌરુષ. તે બધા જ અધ્યાત્મ જ્યોત હતા અને આ અધ્યાત્મ જ્યોતમાંથી જ રામકૃષ્ણ સંઘનો પરવર્તી પ્રોજ્વલ પ્રદીપ પ્રદીપ્ત થતો જઈ રહ્યો છે, તે આપણે સૌ જોઈએ છીએ.
સ્વામી અબ્જજાનંદ