મહાભારત ઋષિગ્રંથ છે અને ઋષિમાર્ગમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ ચારે પુરુષાર્થોનું સંતુલન સ્વીકારાયું છે. આ ગ્રંથ માત્ર મોક્ષમાર્ગ નથી કે સતત આત્મા અને પરલોકની જ વાતો કરી હોય, આ ગ્રંથ મુખ્યત: આ લોકનો જ છે. જે લોકો આ લોકની ઉપેક્ષા કરીને માત્ર પરલોકની જ વાતો કર્યા કરે છે તે જીવનભાગુ થઈ જાય છે. જીવનભાગુઓ જીવનના જીવંત પ્રશ્નોને ઉકેલી શકતા નથી. તેઓ પરલોકના કાલ્પનિક પ્રશ્નોમાં જ રાચતા રહી જાય છે. આમ કરવાથી તેઓ પોતાની ઉપયોગિતા ખોઈ બેસે છે. એટલું જ નહિ હાનિકારક પણ થઈ જાય છે. આપણે ત્યાં સંતુલન વિનાનાં એકમાર્ગી અધ્યાત્મે લગભગ આવું જ કામ કર્યું છે. જેનું પરિણામ દુર્બળ પ્રજાના ઘડતરમાં આવ્યું છે.
મહાભારત ઋષિગ્રંથ છે અને ઋષિમાર્ગમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ ચારે પુરુષાર્થોનું સંતુલન સ્વીકારાયું છે. આ ગ્રંથ માત્ર મોક્ષમાર્ગ નથી કે સતત આત્મા અને પરલોકની જ વાતો કરી હોય, આ ગ્રંથ મુખ્યત: આ લોકનો જ છે. જે લોકો આ લોકની ઉપેક્ષા કરીને માત્ર પરલોકની જ વાતો કર્યા કરે છે તે જીવનભાગુ થઈ જાય છે. જીવ...