1994년 3월 · Sri Ramakrishna Ashrama Rajkot62권 · Sri Ramakrishna Ashrama, Rajkot
eBook
96
페이지
무료 샘플
eBook 정보
ઈંગ્લેન્ડ તેમજ અમેરિકામાં પ્રેમસ્વરૂપ ભક્તિધર્મ વિષે સ્વામીજીએ આપેલાં કેટલાંક વ્યાખ્યાનોનો આ સંચય પ્રકટ કરતાં અત્યંત આનંદ થાય છે. ‘પ્રેમયોગ’નું નામ ધારણ કરીને પ્રસિદ્ધ થતાં આ વ્યાખ્યાનોમાંથી એ જમાનાના સ્થાનિક રંગોને તેમ જ પુનરાવર્તન પામતા વિચારોને દૂર કરીને આ પુસ્તકને વિશેષ ઉપયોગી તેમ જ સચોટ બનાવવામાં આવ્યું છે. અગાઉ પ્રસિદ્ધ થયેલ ‘ભક્તિ રહસ્ય’ ઉપરના વ્યાખ્યાનોમાં તથા અત્રે પ્રસ્તુત થયેલાં વ્યાખ્યાનોમાં વિષય પરત્વે કોઈ તાત્ત્વિક ભેદ નથી. પરંતુ વિષયની રજૂઆતને લક્ષમાં રાખીને ‘પ્રેમયોગ’ એવું નામ આપવાનું વિશેષ ઉચિત ધાર્યું છે.
અત્યંત તર્કસંગત રીતે અપાયેલાં ‘પ્રેમયોગ’ વિષેના સ્વામીજીના મૂલ્યવાન ઉદ્ગારો સાધકને પથપ્રદર્શક નિવડશે એવી અમે શ્રદ્ધા રાખીએ છીએ.