આ પુસ્તકના બે લાક્ષણિક વિભાગ છે: ૧. યોગની પદ્ધતિઓ ૨. વેદાંતની પદ્ધતિઓ. ધ્યાનના અભ્યાસની આ પદ્ધતિઓ એક જ લક્ષ્ય ભગવત્પ્રાપ્તિ તરફ સાધકને દોરી જાય છે. સ્વામીજી બોધદાયક દૃષ્ટાંતો દ્વારા બતાવે છે કે ધ્યાનના અભ્યાસથી આત્મશુદ્ધિ, પવિત્રતા, મનની પ્રસન્નતા, સૌમ્ય ભાવ, આત્મસંયમ, અધ્યાત્મનું મનન ચિંતન, નિષ્કામ સેવાભાવના જેવી દૈવી સંપત્તિઓનો આપણા મનમાં વિકાસ થાય છે.