Utho Jago ઊઠો! જાગો!

· Sri Ramakrishna Ashrama Rajkot पुस्तक 107 · Sri Ramakrishna Ashrama, Rajkot
५.०
५ समीक्षाहरू
इ-पुस्तक
112
पृष्ठहरू

यो इ-पुस्तकका बारेमा

સ્વામી વિવેકાનંદનાં વિવિધ લેખો, વાર્તાલાપો, પત્રો, પ્રવચનો, કાવ્યો, સંભાષણો વગેરે ગ્રંથમાળાના ૯ ભાગમાં ગ્રંથસ્થ થયાં છે. એમાંથી વીણેલા પ્રાણદાયી, નવજીવન બક્ષતા સંદેશ તેમજ શ્રદ્ધા, સામર્થ્ય, ઉત્કટતા અને નિર્ભયતાનું જીવનપાથેય પૂરું પાડતા વિચારોવાળું ‘ઊઠો ! જાગો !’નું આ પુનઃ સંસ્કરણ વાચકો સમક્ષ મૂકતાં અમે આનંદ અનુભવીએ છીએ.


યુગદ્રષ્ટા સ્વામી વિવેકાનંદે આપણા રાષ્ટ્રજીવનના પ્રત્યેક પાસાનો સૂક્ષ્મ વિચાર કર્યો હતો. એ ઉમદા વિચારોને જીવનમાં ઉતારીને દરેક માનવ, હરેક ભારતવાસી સ્વકલ્યાણ, સમાજકલ્યાણ, રાષ્ટ્રકલ્યાણ અને વિશ્વકલ્યાણ કરીને પોતાને અને દેશને કેવી રીતે ઉજ્જ્વળ કીર્તિ અપાવી શકે, તે વાત આ પુસ્તકમાં સમાયેલ છે. સ્વામીજીની ઓજસ્પૂર્ણ વાણી નિષ્પ્રાણમાં પણ પ્રાણ ફૂંકીને એને ઊભા કરી દે તેવી, નિર્ભય બનાવી દેનારી અને ત્યાગ-સમર્પણની ભાવના દ્વારા સર્વકલ્યાણ સાધનારી બની રહે તેમ છે.


સ્વામી વિવેકાનંદે કહ્યું હતું : ‘દેહમાં કશી તાકાત વિનાના, હૃદયમાં કોઈ ઉત્સાહ વિનાના અને મગજમાં જરાય મૌલિકતા વિનાના આ જડ પદાર્થના લોચા જેવા માણસો શું કરી શકવાના છે ? તેમનામાં ઉત્સાહ પ્રગટાવીને મારે પ્રાણ પૂરવા છે - આ કાર્ય માટે મેં મારું જીવન અર્પણ કર્યું છે. વૈદિક મંત્રોની અમુક શક્તિથી હું તેમને જાગ્રત કરીશ. તેમની પાસે ‘ઉત્તિષ્ઠત જાગ્રત’ના અભય સંદેશની ઉદ્‌ઘોષણા કરવા મેં જન્મ લીધો છે.’


અમને આશા છે કે આવા વિચારોથી આકર્ષાઈને આજના યુવાનો અને રાષ્ટ્રોત્થાન ઝંખતા સર્વ ભારતવાસીઓ સ્વામી વિવેકાનંદનું સમગ્ર સાહિત્ય વાંચવા પ્રેરાશે.


અમને આશા છે કે આ પુસ્તક સૌ કોઈને માટે પ્રેરક નીવડશે.

मूल्याङ्कन र समीक्षाहरू

५.०
५ समीक्षाहरू

लेखकको बारेमा

સ્વામી વિવેકાનંદ

यो इ-पुस्तकको मूल्याङ्कन गर्नुहोस्

हामीलाई आफ्नो धारणा बताउनुहोस्।

जानकारी पढ्दै

स्मार्टफोन तथा ट्याबलेटहरू
AndroidiPad/iPhone का लागि Google Play किताब एप को इन्स्टल गर्नुहोस्। यो तपाईंको खातासॅंग स्वतः सिंक हुन्छ र तपाईं अनलाइन वा अफलाइन जहाँ भए पनि अध्ययन गर्न दिन्छ।
ल्यापटप तथा कम्प्युटरहरू
तपाईं Google Play मा खरिद गरिएको अडियोबुक आफ्नो कम्प्युटरको वेब ब्राउजर प्रयोग गरेर सुन्न सक्नुहुन्छ।
eReaders र अन्य उपकरणहरू
Kobo eReaders जस्ता e-ink डिभाइसहरूमा फाइल पढ्न तपाईंले फाइल डाउनलोड गरेर उक्त फाइल आफ्नो डिभाइसमा ट्रान्स्फर गर्नु पर्ने हुन्छ। ती फाइलहरू पढ्न मिल्ने इबुक रिडरहरूमा ती फाइलहरू ट्रान्स्फर गर्नेसम्बन्धी विस्तृत निर्देशनहरू प्राप्त गर्न मद्दत केन्द्र मा जानुहोस्।

यो शृङ्खलाका बाँकी पुस्तक पढ्नुहोस्

Swami Vivekananda द्वरा थप

उस्तै इ-पुस्तकहरू