નબળી દૃષ્ટિ, અંધત્વ અને ડિસ્લેક્સિયા હોય એવા લોકોને ધ્યાનમાં રાખીને અને તેમની માટે ડિઝાઇન કરવામાં આવેલો વાંચન મોડ, કસ્ટમાઇઝ કરી શકાય એવા કૉન્ટ્રાસ્ટ, ટેક્સ્ટના કદ, ટેક્સ્ટ ટૂ સ્પીચ, પેજ પરની અગવડતા અને ફૉન્ટના પ્રકારોમાં જરૂરી સુધારા-વધારા કરીને સ્ક્રીન રીડિંગના તમારા અનુભવને બહેતર બનાવવામાં મદદ કરે છે. એકવાર ડાઉનલોડ કરી લો તે પછી, આ ઍપ તમારા ઝડપી સેટિંગમાં એકીકૃત થઈ જાય છે અને બધી ઍપ તથા વેબપેજ પર તેને સરળતાથી ઍક્સેસ કરી શકાય છે.
સૂચનાઓ:
શરૂ કરવા માટે:
1. Play Store મારફતે વાંચન મોડને ડાઉનલોડ કરીને ઇન્સ્ટૉલ કરો
2. તમારી હોમ સ્ક્રીન પર વાંચન મોડ શોધો અને તેને ખોલવા માટે તેના પર ટૅપ કરો
3. ટ્યૂટૉરિઅલ વાંચો અને છેલ્લે તે તમને સેટિંગ પર રીડાયરેક્ટ કરશે
4. વાંચન મોડને તમારા ડિવાઇસના ઍક્સેસની મંજૂરી આપવા માટે સેટિંગમાં જઈને, “વાંચન મોડ” પર ટૅપ કરો અને “વાંચન મોડ માટે શૉર્ટકટ” પર ટૉગલ કરીને તેને ચાલુ કરો
5. વાંચન મોડ માટે અલગ એન્ટ્રી પૉઇન્ટનું સેટઅપ કરવા, કૃપા કરીને https://support.google.com/accessibility/android/answer/7650693નો સંદર્ભ લો
મુખ્ય સુવિધાઓ:
• વાંચવા માટે ફોકસ કરેલો વ્યૂ: વાંચન મોડ કન્ટેન્ટ અને ફોકસને ઍક્સેસ કરવાનું સરળ બનાવવા માટે અગવડ વિના કસ્ટમાઇઝ કરી શકાય તેવું વાંચવાનું વાતાવરણ પ્રદાન કરે છે
• ટેક્સ્ટ ટૂ સ્પીચ: માત્ર આ બટનને ટચ કરવાથી લખેલું કન્ટેન્ટ તમારા માટે મોટેથી વાંચીને તમને સંભળાવવામાં આવે છે. લાંબી અવધિના કન્ટેન્ટ માટે ઉચ્ચ ક્વૉલિટીના વૉઇસના વિકલ્પોમાંથી કોઈ એક પસંદ કરો. મુસાફરીમાં રિવાઇન્ડ, ફાસ્ટ ફૉરવર્ડ અને વાંચનની ઝડપમાં ફેરફાર કરવા માટે સરળતાથી ઍક્સેસ કરી શકાય એવા ઑડિયો નિયંત્રણના વિકલ્પો
• ફૉન્ટનો પ્રકાર અને કદ ગોઠવો: તમારા વાંચનની જરૂરિયાતો માટે જે શ્રેષ્ઠ હોય તેને કસ્ટમાઇઝ કરવા માટે ફૉન્ટના કદ, તેની શૈલી, રંગો અને બે લાઇન વચ્ચે છોડવામાં આવતી સ્પેસને ઝડપથી ટૉગલ કરો
• ઝડપી ઍક્સેસ: એકવાર ડાઉનલોડ કરી લો તે પછી, વાંચન મોડ ઝડપી ઍક્સેસ માટે ફોનના ઇન્ટરફેસ સાથે એકીકૃત થઈ જાય છે
• એકથી વધુ ભાષામાં સપોર્ટ: વાંચન મોડ અંગ્રેજી, ફ્રેન્ચ, ઇટાલિયન અને સ્પેનિશ ભાષાને સપોર્ટ કરે છે તેમજ વધારાની ભાષાઓ ઉમેરાઈ રહી છે
• Talkback સાથે સુસંગત: તમારા સ્ક્રીન રીડરનો ઉપયોગ કરતી વખતે વાંચન મોડનો સરળતાથી ઉપયોગ કરો.
• પ્રાઇવસીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી ડિઝાઇન: કન્ટેન્ટને ક્યારેય તમારા ફોનમાંથી બહાર મોકલવામાં આવતું નથી.
પ્રતિસાદ આપવા અને પ્રોડક્ટ વિશેની અપડેટ મેળવવા માટે, https://groups.google.com/forum/#!forum/accessible ગ્રૂપમાં જોડાઓ.
આવશ્યક:
• Android 9 અને તે પછીના વર્ઝનવાળા ફોન પર ઉપલબ્ધ
• હાલમાં વાંચન મોડ અંગ્રેજી, ફ્રેન્ચ, ઇટાલિયન અને સ્પેનિશ ભાષામાં ઉપલબ્ધ છે
પરવાનગીઓ સંબંધિત નોટિસ:
• ઍક્સેસિબિલિટી સેવા: આ ઍપ ઍક્સેસિબિલિટી સેવા હોવાને કારણે, તે તમારી ઍક્શનનું અને વિન્ડોના કન્ટેન્ટનું અવલોકન કરી શકે છે.
વાંચન મોડ, વાંચવામાં મુશ્કેલ હોય એવી ટેક્સ્ટ વાંચવામાં તમારી સહાય કરે છે.
આ રોજ અપડેટ કર્યું
21 સપ્ટે, 2026