Lookout - આસિસ્ટેડ વિઝન

4.0
4.05 હજાર રિવ્યૂ
5 લાખ+
ડાઉનલોડ
કન્ટેન્ટનું રેટિંગ
પ્રત્યેક
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી

આ ઍપનું વર્ણન

ઝાંખી દૃષ્ટિ કે અંધત્વ ધરાવતા લોકોને કાર્યો વધુ ઝડપથી અને વધુ સરળતાથી પૂર્ણ કરવામાં સહાય કરવા માટે, Lookout કમ્પ્યૂટર વિઝન અને જનરેટિવ AIનો ઉપયોગ કરે છે. તમારા ફોનના કૅમેરાનો ઉપયોગ કરીને, Lookout તમારી આસપાસના વિશ્વ વિશે વધુ માહિતી મેળવવાનું વધારે સરળ બનાવે છે તેમજ ટેક્સ્ટ અને દસ્તાવેજો વાંચવા, મેઇલ સૉર્ટ કરવા અને કરિયાણાનો સામાન મૂકવા જેવા દૈનિક કાર્યો વધુ કાર્યક્ષમ રીતે કરે છે.

અંધત્વ અને ઝાંખી દૃષ્ટિ ધરાવતા સમુદાયના સહયોગથી બનાવેલી, Lookout પ્રત્યેક વ્યક્તિ માટે વિશ્વની માહિતીને સાર્વત્રિક રીતે ઍક્સેસિબલ બનાવવાના Googleના મિશનને સપોર્ટ કરે છે.

Lookout સાત મોડ ઑફર કરે છે:

• <b>ટેક્સ્ટ:</b> ટેક્સ્ટ મોડનો ઉપયોગ કરીને મેઇલ સૉર્ટ કરવા અને ચિહ્નો વાંચવા જેવા કાર્યો કરતી વખતે ટેક્સ્ટ સ્કૅન કરો અને તેને મોટેથી વાંચતા સાંભળો.

• <b>દસ્તાવેજો:</b> દસ્તાવેજો મોડનો ઉપયોગ કરીને ટેક્સ્ટ અથવા હસ્તલેખનનું આખું પેજ કૅપ્ચર કરો. 30થી વધુ ભાષામાં ઉપલબ્ધ છે.

• <b>શોધખોળ કરો:</b> શોધખોળ કરો મોડનો ઉપયોગ કરીને આસપાસના ઑબ્જેક્ટ, લોકો અને ટેક્સ્ટને ઓળખો.

• <b>ચલણ:</b> યુએસ ડૉલર, યુરો અને ભારતીય રૂપિયાના સપોર્ટ સાથે, ચલણ મોડનો ઉપયોગ કરીને બેંકની નોટને ઝડપથી અને સચોટ રીતે ઓળખો.

• <b>ફૂડ લેબલ:</b> ફૂડ લેબલ મોડનો ઉપયોગ કરીને પૅકેજ્ડ ફૂડને તેમના લેબલ કે બારકોડ દ્વારા ઓળખો. 20થી વધુ દેશોમાં ઉપલબ્ધ છે.

• <b>શોધો:</b> શોધ મોડનો ઉપયોગ કરીને દરવાજા, બાથરૂમ, કપ અને વાહનો જેવા બીજા ઘણા ઑબ્જેક્ટ શોધવા માટે આસપાસનો વિસ્તાર સ્કૅન કરો. ડિવાઇસની ક્ષમતાઓના આધારે, શોધ મોડ તમને ઑબ્જેક્ટની દિશા અને અંતર પણ જણાવી શકે છે.

• <b>છબીઓ:</b> છબીઓ મોડનો ઉપયોગ કરીને કોઈ છબી કૅપ્ચર કરો, તેનું વર્ણન કરો અને તેના વિશે પ્રશ્નો પૂછો. છબીના વર્ણનો માત્ર અંગ્રેજીમાં ઉપલબ્ધ છે. છબી સંબંધિત પ્રશ્ન અને જવાબની સુવિધા માત્ર યુએસ, યુકે અને કેનેડામાં ઉપલબ્ધ છે.

Lookout 30 થી વધુ ભાષાઓમાં ઉપલબ્ધ છે અને Android 6 અને તે પછીના વર્ઝન ધરાવતા ડિવાઇસ પર ચાલે છે. 2GB અથવા વધુ RAM ધરાવતા ડિવાઇસનો સુઝાવ આપવામાં આવે છે.

સહાયતા કેન્દ્રમાં Lookout વિશે વધુ જાણો:
https://support.google.com/accessibility/android/answer/9031274
આ રોજ અપડેટ કર્યું
24 જુલાઈ, 2024

ડેટા સલામતી

ડેવલપર તમારો ડેટા કેવી રીતે એકત્રિત અને શેર કરે છે, તે સમજવાથી સુરક્ષાની શરૂઆત થાય છે. તમારા દ્વારા ઍપનો ઉપયોગ, ઉપયોગ થાય તે પ્રદેશ અને તમારી ઉંમરના આધારે ડેટાની પ્રાઇવસી અને સુરક્ષા પદ્ધતિઓ અલગ-અલગ હોઈ શકે છે. ડેવલપર દ્વારા આ માહિતી પ્રદાન કરવામાં આવી છે અને તેઓ સમયાંતરે તેને અપડેટ કરી શકે છે.
ત્રીજા પક્ષો સાથે કોઈ ડેટા શેર કરવામાં આવતો નથી
ડેવલપર ડેટા શેર કરવાની ઘોષણા કેવી રીતે કરે છે, તે વિશે વધુ જાણો
આ ઍપ કદાચ આ પ્રકારનો ડેટા એકત્રિત કરી શકે છે
વ્યક્તિગત માહિતી મેસેજ અને અન્ય 7
પરિવહનમાં ડેટા એન્ક્રિપ્ટ કરવામાં આવે છે
તમે આ ડેટાને ડિલીટ કરવાની વિનંતી કરી શકો છો

રેટિંગ અને રિવ્યૂ

4.0
3.96 હજાર રિવ્યૂ

નવું શું છે?

• AI-સંચાલિત વર્ણનો માટે છબીઓ મોડમાં ફોટા કૅપ્ચર કરો, વિશ્વભરમાં આ સુવિધા અંગ્રેજીમાં ઉપલબ્ધ છે. છબી• પ્રદર્શન સુધારાઓ અને બગ ફિક્સેસ.