તમારી ડિજિટલ આદતોનું સંપૂર્ણ ચિત્ર જુઓ અને જ્યારે તમે ઈચ્છો ત્યારે ડિસ્કનેક્ટ કરો.
તમારી ડિજિટલ આદતોનું દરરોજનું દૃશ્ય મેળવો:
• તમે કેટલી વખત અલગ-અલગ ઍપનો ઉપયોગ કરો છો
• તમને કેટલા નોટિફિકેશન પ્રાપ્ત થાય છે
• તમે કેટલી વખત તમારો ફોન ચેક કરો છો અથવા તમારું ડિવાઇસ અનલૉક કરો છો
જ્યારે તમે ઈચ્છો ત્યારે ડિસ્કનેક્ટ કરો:
• દરરોજનાં ઍપ ટાઇમરની મદદથી તમે કેટલી વખત ઍપનો ઉપયોગ કરો છો તેની મર્યાદા સેટ કરી શકો છો.
• બેડટાઇમ મોડ તમારી સ્ક્રીનને ગ્રેસ્કેલ પર ઝાંખી કરવાનું શેડ્યૂલ સેટ કરીને તમને રાત્રિના સમયે ડિવાઇસ બંધ કરવાનું યાદ કરાવે છે, જ્યારે ખલેલ પાડશો નહીં સુવિધા રાત્રે સારી ઊંંઘ કાઢી શકો તે માટે નોટિફિકેશન સાઇલન્ટ કરી દે છે.
• ફોકસ મોડ તમને એક જ ટૅપથી ખલેલ પહોંચાડતી ઍપને થોભાવવા દે છે જેથી તમે તમારા સમય પર વધુ સારી રીતે ફોકસ કરી શકો. તમે કાર્યસ્થળ, શાળા અથવા ઘર પર હો ત્યારે ફોકસ મોડને ઑટોમૅટિક રીતે ચાલુ કરવા અને વિક્ષેપો ઘટાડવા માટેનું શેડ્યૂલ પણ સેટ કરી શકો છો.
શરૂ કરો:
• તમારા ફોનનાં સેટિંગ મેનૂમાં ડિજિટલ લાઇફસ્ટાઇલ શોધો
કોઈ પ્રશ્ન છે? સહાયતા કેન્દ્રની મુલાકાત લો: https://support.google.com/android/answer/9346420
આ રોજ અપડેટ કર્યું
21 ઑક્ટો, 2024